મેઘ કૃપા યથાવત : વાંકાનેરમાં વધુ એક અને મોરબી, હળવદમાં અડધો ઇંચ પડ્યો

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. શુક્રવારના છેલ્લા 24 કલાકમાં મોરબી અને હળવદમાં બે અને બાકીના તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે શનિવાર સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મોરબી અને હળવદમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં મેઘ કૃપાથી જગતનો તાત અને લોકોમાં ખુશી છવાઈ છે પણ સાથે લોકો સારા વરસાદ આવે તેવી આશ લગાવીને બેઠા છે.

- text