ટંકારાના દેવી પુજક વિસ્તારમાં દબાણો મામલે દેવીપૂજક સમાજમાં રોષ

- text


મહાકાળી માતાજીના મંદિર પાસે જ દબાણ કરાતા ધારાસભ્ય સહિતના આગેવાનો મેદાને

ટંકારા : ટંકારાના દેવી પુજક વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિર પાસે માથાભારે ઈસમો દ્વારા દુકાન ચણી લઈ કેબીનો મુકવામાં આવતા આજે આ વિસ્તારમાં વસવાટ કરતા દેવીપૂજક સમાજ દ્વારા મામલતદારને રજુઆત આક્રોશ સાથે કરવામાં આવી હતી સાથો સાથ આ ગંભીર પ્રશ્ને ધારાસભ્ય પણ મેદાને આવ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ગામના દેવીપુજક વિસ્તારમાં માથાભારે ઈસમો દ્વારા મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા સાર્વજનિક પ્લોટમાં કેબીન મુકવાની સાથે દુકાન ચણી લેતા આ મામલે અગાઉ પંચાયતને રજુઆત કરતા પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી છતાં પણ દબાણકારો દ્વારા ચણતર ચાલુ રાખતા સ્થનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

- text

દરમિયાન આજે દેવીપૂજક સમાજના ૨૦૦ થી વધુ લોકો દ્વારા દબાણ હટાવવા મામલે ધારાસભ્યને ફરિયાદ કરી મામલતદાર કચેરીમાં લેખિત રજુઆત કરી તાકીદે દબાણ હટાવવા માંગ ઉઠાવી હતી.

- text