હળવદની મહર્ષિ ગુરૂકુલના વિદ્યાર્થીઓએ અટલજીને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

- text


પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના નિધન પર શોક વ્યકત કરી ભાવાંજલિ અર્પણ કરતા વલ્લભભાઈ પટેલ

હળવદ : હળવદ ખાતે આવેલ મહર્ષિ ગુરૂકુલમાં ભારતરત્ન, પૂર્વ વડાપ્રધાન અને સર્વ શિક્ષા અભિયાનના પ્રણેતા શ્રધ્ધેય અટલ બિહારી વાજપેયીજીને ગુરૂકુલ ર૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મહર્ષિ ગુરૂકુલના વિદ્યાર્થીઓએ અટલજીનું વ્યકિતત્વ જણાવી બે મિનિટનું મૌન પાડી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો સાથોસાથ ગુરૂકુલના મેનેજીંગ ડિરેકટર રજનીભાઈ સંઘાણીએ જણાવેલ કે, ભારતને કયારેય પુરી ન શકાય તેવી અટલજીના ચીરવિદાયથી ખોટ પડી છે, અટલ બિહારજી વાજપેયીને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરેક વ્યકિતએ પ્રેમ અને આદર સન્માન આપ્યા છે એવા વરિષ્ઠ નેતા વાજપેયીજી વિશાળતા, દેશભકિત અને રાષ્ટ્ર માટેના સમર્પિત ભાવ માત્ર કાર્યકર્તાઓને જ નહીં સમગ્ર દેશના સૌ નાગરીકોને સધકાળ પ્રેરણા આપતા રહેશે તેમ જણાવી શોક વ્યકત કર્યો હતો.

સાથે મહર્ષિ ગુરૂકલના ર૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણએ બે મિનિટ મૌન પાડી શોક જતાવ્યો હતો ત્યારે સમગ્ર કેમ્પસનું વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.

- text


અટલજી સિધ્ધાંત, નિષ્ઠમુલ્યોના માનવી હતા : શ્રધાંજલિ અર્પતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ

હળવદ : દેશવાસીઓના હૃદયસમ્રાટ અને લોકલાડીલા અટલજીની વિદાયથી દેશનું સામાજિક અને રાજકીય જાહેરજીવન રાંક બન્યું છે. રાજનીતિ, સાહિત્ય, સંચાલન તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં સ્વ.અટલજીની કમી કોઈ પુરી શકશે નહીં. પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલજીની વિદાય પર શોક પ્રગટ કરતા મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતા અટલજી હંમેશા સૌને સાથે રાખી ચાલનારા યુગપુરૂષ હતા.

વધુમાં તેઓએ જણાવ્યું કે લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા અને શાંતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહેનારા શ્રધ્ધેય અટલજી અમારા મોભી અને માર્ગદર્શક નેતા હતા તેમજ ભારત વર્ષમાં કરોડો લોકોની લાગણી, લોકચાહના જીતેલા અને જનનાયકની શ્રેણીમાં સ્થાન પામેલ હતા. અટલજી સિધ્ધાંત, નિષ્ઠમુલ્યોના માનવી હતા. શ્રધ્ધેય અટલજીએ ભારત માતાની સેવામાં સમગ્ર જીવન અર્પણ કરવાનો દ્રઢ નિર્ણય કર્યો હતો.

- text