ટંકારા તાલુકામાં જુગારની મોસમ ખીલતા સર્વેલન્સ ટીમનો સપાટો : બીટ જમાદારો નિષ્ક્રિય

- text


રોજે – રોજ પકડાતા જુગારધામોમાં શકુનીઓને છોડાવવા ભળામણોનો ધોધ : પોલીસની કડક કામગીરીથી જનતા ખુશ

ટંકારા : ટંકારા પંથકમા જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે જુગાર રેડ બાદ ભલામણના ફોનના રણકારથી પોલીસ મથક ગુજી ઉઠે છે પરંતુ કોઈની પણ સેહશરમ રાખ્યા વગર થતી કાયદેસરની કાર્યવાહીથી જનતા ખુશ થઈ છે અને ખાસ કરીને સર્વેલન્સ ટીમની સક્રિયતા સામે બિટ જમાદારોની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગી રહી છે.

ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમની રચના કર્યો બાદ એક પછી એક જુગારધામો ઝડપાઇ રહ્યા છે અને જુગાર રમતા શકુનીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી દીધી છે, શ્રાવણીયા જુગારની મોસમ શરુ થાયએ પહેલાજ ખાખી એ લાલ આંખ કરી પતાપ્રેમીમા ફફડાટ ફેલાવી દેતા પોલીસની કામગીરીની ચોમેરથી પ્રસંશા થઈ રહી છે.

- text

જયારે બીજી તરફ બિટ જમાદાર ની નિષ્ક્રિયતા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે ટંકારા ડી સ્ટાફે કલ્યાણપર. લજાઈ. ધુનડા. બંગાવડી સહીત ચારે દીશા માથી જુગારી ને રંગેહાથ ઝડપી પાડયા હતા ત્યારે આ બિટ ના જમાદારને આ જુગારની ગંધ સુધા પણ ન મળી કે પછી પકડવામાં લાઝ આવતી હતી તેવા સવાલો હાલ ચારે કોર સંભળાય છે અને તપાસ નો વિષય પણ છે.

આમ તો જુગારીને ઝડપી પાડયા બાદ ભલામણ માટે ફોન ના રણકાર શરૂ થઈ જાય છે પરંતુ કોઈની સેહ શરમ રાખ્યા વગર પોલીસ ધોરણસરની કાર્યવાહી થાય છે અને પોલીસ કોઈના દબાવમા આવ્યા વિના કામગીરી કરે તે સમાજ માટે જરૂરી પણ છે.

હાલ તો ટંકારા તથા આજુ-બાજુના ગામડા મા સાતમ આઠમના તહેવાર ના બહના તળે જુગારી બિન્દાસ હારજીત નો જુગાર રમી લાખોની હારજીત કરે છે અને તે પણ ખુલ્લે આમ જેને રોકવા પોલીસ આવી સખ્તાઈ થી કાર્યવાહી કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

- text