મોરબીથી લાપતા થયેલી બાળકી રાજકોટથી મળી આવી

- text


બાળકી મળી આવતા પોલીસ અને પરિવારજનોને રાહત

મોરબી : મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતી ૧૩ વર્ષની બાળકી બુધવારે સાંજે ગુમ થયા બાદ શોધખોળના અંતે રાજકોટથી મળી આવતા પરિવારજનો અને પોલીસને રાહત થઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રામકૃષ્ણનગરમાં કુળદેવી પાન પાસેની શેરીમાં રહેતી ખુશી ધર્મેન્દ્રભાઈ જોશી ઉ.વ. ૧૩ ગઈકાલે સાંજે પ્રગતિ ક્લાસિસમાં ટ્યુશન માં ગયા બાદ ગુમ થઈ જતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.

- text

જો કે ગુમ થયેલી બાળકીને શોધવા પરિવારજનોના આકાશ પાતાળ એક કરવાની સાથે સોશ્યલ મીડિયાનો સહારો લેતા રાત્રીના બાળકી રાજકોટથી મળી આવી હતી જેને પગલે ખુશીના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

- text