હળવદમાં સમાધાનના ખર્ચાના પૈસા મુદ્દે ઝઘડો

- text


હળવદ : હળવદમાં અગાઉ થયેલા ઝઘડામાં સમાધાનના પૈસાની લેતી દેતી મુદ્દે ઝઘડો થયા બાદ ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હિરજીભાઈ ઉર્ફે કાળુભાઈ કાનજીભાઈ પારેજીયા રહે.હળવદ મોરબી દરવાજા કૃષ્ણનગર હનમાનજીના મંદિરની બાજુમાં તા.હળવદ જી.મોરબી વાળાને આરોપી (૧) જગદીશભાઈ થોભણભાઈ સોનાગ્રા (૨) અરવિંદભાઈ થોભણભાઈ સોનાગ્રા બંન્ને રહે/હળવદ મોરબી દરવાજા કૃષ્ણનગર હનુમાનજીના મંદિરની બાજુમાં તા.હળવદ વાળાઓ દ્વારા અગાઉના ઝઘડામાં સમાધાનના ખર્ચના નાણાં મુદ્દે ઝઘડો કરી ઢીંકાપાટુનો માર મારી ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાથી ધમકી આપી ગુન્હો કરવામાં એક બીજાની મદદગારી કરતા ફરિયાદ નોંધાઇ છે. આ મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text