ટંકારાના હજ યાત્રીઓની ઇકો કારને નડ્યો અકસ્માત : તમામનો ચમત્કારીક બચાવ

- text


માલવણ નજીક સર્જાયેલા અકસ્માત વેળાએ ત્યાંથી પસાર થતા જિલ્લા પંચાયત પ્રમુખ મદદે દોડી ગયા

ટંકારા : ટંકારાથી હજયાત્રા કરવા જતા યાત્રીઓ અને તેના પરિવારની ઇકો કારને માલવણ પાસે અકસ્માત નડ્યો હતો. ઇકો કાર ત્રણ પલટી મારી ગઈ હોવા છતાં અંદર બેઠેલા યાત્રીઓ અને તેના પરિવારજનોને ખરોચ પણ આવી ન હતી. આ સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ત્યાંથી પસાર થતા હતા તેઓ આ અકસ્માત જોઈને તાત્કાલિક મદદે પહોંચી ગયા હતા.

બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે ટંકારા થી મુસ્લિમ સમાજની અતિપવિત્ર યાત્રા ગણાતી હજ યાત્રા કરવા જતા ૪ હાજીને અમદાવાદ મુકવા માટે પરીવારના સભ્યો ઈકો કાર લઈને નિક્ળા હતા ત્યારે માલવાણ પાસે ઈકો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર કુલ ત્રણ પલટી મારી હોવા છતા ખુદાની બંદગી કરવા જતા નેક બંદાઓને કોઈ ઈજા પહોંચી ન હતી. આ ઈકોમા કુલ ૭ જેટલા મુસ્લિમ પરિવાર ના સભ્યો હતા જેમા નાની મોટી બાળા પણ હતી પરંતુ કોઈને ખરોચ પણ આવી ન હતી હજ કરવા જતા યાત્રિકોની સાથે બે કાર બિજી પણ હતી જેમાં તેના પરીવાર ના સભ્યો હતા.

- text

આ ઉપરાંત આજે મોરબી જિલ્લા પંચાયતના મહેશ રાજકોટીયા અને પ્રમુખ કિશોર ચિખલીયા અમદાવાદ જતા હતા ત્યારે આ ધટના ધ્યાન પર આવતાં તાત્કાલિક કાર થોભાવી મદદ માટે દોડ્યા હતા અને પ્રાથમિક સારવાર માટે હાઈવે પર પસાર થતી એમ્બ્યુલન્સને રોકી મદદ લીધી હતી.

- text