ટંકારામાં આવારા તત્વોની ટીખળખોરીથી ખેડૂતો પરેશાન : પોલીસને અરજી

- text


પાઇપલાઇનના વાલ્વ ખોલી નાખવા, ફ્યુઝ કાઢી નાખવો અને વીજ વાયરની ચોરી કરવી સહિતની પજવણીથી ખેડૂતો ત્રસ્ત

ટંકારા : ટંકારામાં ખેતી કરતા જગતાત આવારા તત્વોથી ત્રસ્ત થઈ ગયા છે. સિંચાઈ માટેની લાઈનમા વાલ્વ ખોલી નાખી, વીજ વાયરના મેઈન બોર્ડમાંથી ફ્યુઝ કાઢી નાખી તેમજ વીજ વાયરની ચોરી કરીને ખેડૂતોની આવારા તત્વો દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે એક ખેડૂતે આ મામલે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.

- text

ટંકારાના ખેડૂત દુબરીયા રાજેશ રણછોડભાઈએ ટંકારા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરતાં જણાવ્યું છે કે તેમનુ ખેતર સરવે નંબર ૧૪૪ વાળુ ડેમી નદી કાંઠે આવેલું હોય જેમાં પાણીની પાઇપલાઇન દ્વારા પોતાના ખેતરે પિયત માટે પાણી લઈ જતા હોય પરંતુ કેટલાક દિવસથી કોઈ આવારા શખ્સ દ્વારા ચાલુ પાણીની પાઇપલાઇનના ઢાંકણું ખોલી અથવા તો ચાલુ મોટરમાં ફ્યુઝ કાઢી ઇલેક્ટ્રીક બોર્ડને બંધ કરી પજવણી કરતા હોવાની ટંકારા પોલીસને રાવ કરી છે અરજીમાં જણાવ્યા અનુસાર આ પહેલાં પણ અહીથી ૫૦૦ મિટર વાયર ચોરાઈ ગયો હતો.

આ ઉપરાંત ટંકારામાં ધારવાળા ડેમ આવેલ છે ત્યાં પણ આવા જ આવારા તત્વો થી જગ તાત પરેશાની ભોગવી રહ્યો છે ત્યાં પણ વાયર ચોરી અને કટીંગના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે આ મામલે ગંભીરતાથી લઈ પોલીસ ગુનેગાર ને પકડી સરખો સબક શીખવે એવી જગ તાતે માંગ કરી છે.

- text