વાંકાનેર : પ્રેસ કલબ ઓફ વાંકાનેરની રચના કરવામાં આવી

- text


પ્રમુખ તરીકે અયુબ માથકિઆ, ઉપપ્રમુખ તરીકે હરદેવસિંહ ઝાલાની નિમણુંક

વાંકાનેર : આજરોજ ૭૨ માં સ્વતંત્ર દિવસની વાંકાનેર તાલુકા કક્ષાની ઉજવણી રાતીદેવળી ગામની કુમાર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી આ સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમ પૂર્ણ થયા પછી, વાંકાનેરના પત્રકારોની રાતીદેવળી ખાતે એક મીટીંગ મળી હતી,જેમાં આ પૂર્વે મળેલી મીટીંગમાં લેવાયેલા નિર્ણયોને બહાલી આપી વાંકાનેરમાં પત્રકાર મિત્રો સાથે મળીને સારું,પોઝિટિવ પત્રકારત્વ કરી શકે તેવા હેતુથી “પ્રેસ ક્લબ ઓફ વાંકાનેર”ની આજે ૭૨ માં સ્વતંત્ર દિવસ ના રોજ રચના કરવામાં આવી. જેમાં હાલ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, વેબ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારો જોડાયા છે.જેમાંથી પ્રમુખ તરીકે અયુબ માથકિઆ, ઉપપ્રમુખ તરીકે હરદેવસિંહ ઝાલા, મંત્રી તરીકે મયુર જાદવ, સહમંત્રી તરીકે તોફીક અમરેલીયા અને ખજાનચી તરીકે અર્જુનસિંહ વાળાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

- text

- text