વાંકાનેરના મકતાનપર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.૮૭૮૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દારૂ જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા પેટ્રોલિંગમાં હતી ત્યારે મકતાનપર ગામે ચોરા પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા પાંચ આરોપી ઝડપાઇ ગયા હતા.

- text

આ જુગારના દરોડામાં પોલીસે પ્રવિણભાઇ ધનજીભાઇ ઉઘરેજા, સુરેશભાઇ બાબુભાઇ ઉઘરેજા, રમેશભાઇ ભુરાભાઇ ઉઘરેજા, જાલાભાઇ જેરામભાઇ ઉકેડીયા, અને મુન્નાભાઇ દેહરભાઇ ઉઘરેજા, રહે બધા ગામ મક્તાનપર તા. વાંકાનેર વાળાને રૂ.૮૭૮૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જુગાર દરોડાની આ કાર્યવાહી પીએસઆઇ જી.આર.ગઢવી, પો.હેડ.કોન્સ સુરેશભાઇ સમભાઇ ચાવડા, ગીરીશભાઇ પરબતસંગ ટાપરીયા, પો.કોન્સ અશ્વીનકુમાર મનસુખભાઇ ઝાંપડીયા, બળવંતભાઇ જીવણભાઇ સાપરા, રવિભાઇ જીણાભાઇ લાવડીયા સાહિતનાઓએ કરી હતી.

 

- text