મોરબીના વરિયા મંદિરે શ્રાવણ માસના દર સોમવારે સંતવાણીનું આયોજન

- text


શ્રાવણના પ્રથમ સોમવારે ૨૦૦ ભુદેવોને સમૂહ ભોજન કરાવાયું

મોરબી : મોરબી વરિયા મંદિર સો-ઓરડી મુકામે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારની રાત્રીએ ભગવાન ભોળાનાથની આરાધનાના ભાગરૂપે સંતવાણીનું આયોજન કરવમાં આવ્યું છે.

મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમા આવેલ વરિયા મંદિરે શ્રાવણ માસના દર સોમવારે રાત્રે ૯: ૩૦ કલાકે નામી અનામી કલાકારોની સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૩/૮/૨૦૧૮ને સોમવાર, તા.૨૦/૮/૨૦૧૮ને સોમવાર, તા.૨૭/૮/૨૦૧૮ને સોમવાર અને તા. ૩/૯/૨૦૧૮ને સોમવારના રોજ સંતવાણી યોજાશે.

- text

આ ઉપરાંત વરિયા મંદિરે યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવની ભાવભેર આરાધના કરવામાં આવી હતી. જેમાં ૨૦૦ જેટલા ભુદેવોને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text