માળિયાના ખાખરેચી ગામે ગેરરીતિ મામલે પ્રતીક ઉપવાસની ચીમકી

- text


વિવિધ જગ્યાએ થયેલી ગેરરીતિની તપાસ કરાવીને કાર્યવાહી કરવા માટે ૩૦ દિવસનું અલ્ટીમેટમ આપતા મહિલા સદસ્ય

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે થતી ગેરરીતિ મામલે સરપંચને મહિલા સદસ્ય દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે. સાથે જો ૩૦ દિવસમાં યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી અચોક્કસ મુદતના પ્રતીક ઉપવાસ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

માળિયાના ખાખરેચી ગામે ભૂતકાળમાં પણ તલાટી કમ મંત્રી કાવઠીયા દરરોજ હાજર નહીં રહેતા અને અમુક લગતા વળગતા અરજદારો સિવાય કોઈને જવાબ ન આપતા તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઇ હતી ત્યારે ફરીથી આજે ખાખરેચી ગ્રામપંચાયતના અનુસૂચિત જાતિના મહીલા સદસ્ય વીણાબેન પિયુષભાઇ વિઠલાપરાએ ખાખરેચી ગામના સરપંચને ગામમાં થતી ગેરરીતતી અટકાવવા તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરી છે.

આ લેખીત ફરિયાદમાં મહત્વના ચાર મુદ્દાઓમાં ગેરરીતિ હોવાનો ઘટસ્ફોટ પણ અનુસુચિત જાતિના મહિલા સભ્ય વીણાબેન દ્વારા કરવામાં આવ્યો છે જેમાં આ ગેરરીતિમાં ગ્રામપંચાયતની દબાણવાળી જગ્યાઓમાં પંચાયતના તલાટીકમ મંત્રી તેમજ પંચાયતના હોદ્દેદારોએ ખોટી ચતુર્દીશા બતાવી માલિકીના દાખલા કાઢી અને એ દાખલાઓની ખાતરી કરી ત્યાં ગેરકાયદેસરને કાયદેસર બતાવી ખોટા દાખલાનો ઉપયોગકરી મીટર કનેક્શનની મંજૂરી પણ તલાટી કમ મંત્રી દ્વારા આપી દેવામાં આવી છે.

- text

પંચાયત દ્વારા યોગ્ય તપાસ કરી આ કનેક્શનો રદ્દ કરી મંજુર કરનાર અને આવા દાખલા કાઢી આપનારા કર્મચારી વિરૃદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે ,તદ્ઉપરાંત ખાખરેચી ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે તે લાઈનમાં ગામના માથાભારે તત્વો દ્વારા બોગસ કનેક્શન લીધેલ છે જેના લીધે નાના માણસોને પાણી પણ મળતું નથી જેથી મોટા પાણીના કનેક્શનો રદ્દ કરી આવા માથાભારે તત્વો વિરૃદ્ધ યોગ્ય તાપસ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગામના પીવાના પાણીના ટાંકામાં નીણ ભરવામાં આવે છે. ગામના ઢોર પુરવાના ડબ્બાનો અંગત ઉપયોગ કરવામાં આવે છે અને ઢોરને બહાર રઝળતા મૂકી દેવામાં આવે છે આ તમામ મહત્વના મુદ્દાઓનો ત્રીસ દિવસમાં નિકાલ કરવામાં નહિ આવેતો આગામી સમયમાં તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખીત રજૂઆત કરી ગ્રામ પંચાયત સામે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે તેમ મહિલા સદસ્યની યાદીમાં જણાવાયું છે.

- text