વાંકાનેરના સરતાનપર રોડ નજીકથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપયો

- text


એલસીબીએ ૫ બોટલ દારૂ અને મોટર સાયકલ સહિત ૩૭,૭૦૦ મુદામાલ કબ્જે કર્યો

વાંકાનેર : મોરબી એલસીબીએ વાંકાનેરના સરતાનપર રોડ નજીકથી મોરબીના શખ્સને વિદેશીદારૂની ૫ બોટલ અને મોટર સાયકલ સહિત ૩૭,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસે સરતાનપર રોડ પરથી શકિતસિંહ વિરભદ્રસિંહ ગોહીલ ઉવ ૨૯ રહે. પીપળી ગામ ઓમ પાર્ક તા. જિ. મોરબી મુળ રહે. મામસી તા. તળાજા જિ. ભાવનગરવાળાને પોતાના હવાલા વાળા મો.સા નં જી.જે. ૩૬ કે. ૭૪૯૧ કી રૂ ૩૫૦૦૦/- વાળા ઉપર ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે. આધાર વગર એક થેલી માં ભારતીય બનાવટ ની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બે કંપની ની ૭૫૦ મીલી ની કાચ ની કંપની શીલ પેક કુલ બોટલો નંગ ૫ કી રૂ ૨૭૦૦/- મળી કુલ કી રૂ ૩૭૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ફાઈલ તસ્વીર

- text