મોરબીમાં સીરામીક પ્લાઝા કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા ૩ ઝડપાયા

- text


બી ડિવિઝન પોલીસે રૂ. ૧૦,૩૦૦ની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબીમાં સીરામિક પ્લાઝા કોમ્પ્લેક્ષની લોબીમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રૂ. ૧૦, ૩૦૦ સાથે પકડી પાડી બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબીમાં આવેલા સીરામીક પ્લાઝા કોમ્પ્લેક્ષમાં દુકાન નં. ૧૪ની બહાર જુગાર રમતા ભરત રામજીભાઇ બાવરવા ઉ.વ. ૨૭ રહે. ગોપાલ સોસાયટી, મોરબી-૨, નિલેશ નટવરભાઈ ફુલતરિયા ઉ.વ.૨૮ રહે. બજરંગ સોસાયટી, વાવડી રોડ અને રવી પ્રાણજીવનભાઇ પાચોટીયા ઉ.વ. ૨૮ રહે. પૃથ્વી પોલીપેક કારખાના વાળાને પકડી પાડ્યા હતા. બી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સોની રોકડ રૂ. ૧૦,૩૦૦ની રોકડ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text