મોરબી : એક્ટિવાની અંદર છુપાયેલો ૬.૫ ફૂટનો સાપ દોઢ કલાકની જહેમત બાદ પકડાયો

- text


૬.૫ ફૂટના ભૂખરા સાપને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો

મોરબી : મોરબીના શાસ્ત્રીનગરમાં ૬.૫ ફૂટનો સાપ એક્ટિવાની અંદર છુપાઈ ગયો હતો. ત્યારે સાપ પકડનાર સેવાભાવીની દોઢ કલાકની જહેમત બાદ સાપ પકડાયો હતો. બાદમાં આ સાપને માનવ વસાહતથી દૂર સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

મોરબીના શાસ્ત્રીનગરમાં મુન્નાભાઈ નામના વેપારીના ઘર પાસે સાપ નીકળ્યો હતો. ત્યારે આ અંગે સાપ પકડવાની સેવા કરતા કૌશિકભાઈ પટેલને જાણ કરવામાં આવતા તેઓ તત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. તેઓ આવ્યા ત્યાં સુધીમાં તો સાપ ગાયબ થઈ ગયો હતો. બાદમાં માલુમ પડ્યું કે સાપ એક્ટિવાની અંદર લપાઈને બેઠો છે.

- text

એક્ટિવાની આગળનો ભાગ ખોલીને કૌશિકભાઈએ સાપને પકડ્યો હતો. સાપને પકડવા માટે દોઢ કલાક જેટલી જહેમત ઉઠાવી પડી હતી. અંતે સાપ પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં કૌશિકભાઈએ આ સાપને માનવ વસાહતથી દૂર સલામત સ્થળે છોડી મુક્યો હતો.

કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે ઘણી વખત લોકો સાપને જોવે છે.ત્યારે તે નુકશાન પહોંચાડશે તેવા ડરથી તેની હત્યા કરી નાખતા હોય છે. આ પ્રકારે સાપની હત્યા ન થાય માટે તેઓ વિનામૂલ્યે સાપ પકડવાની સેવા આપે છે. તેઓ સાપને પકડીને તેને સલામત સ્થળે છોડીને જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. કૌશિકભાઈ પટેલનો મો.નં. ૯૯૦૯૫ ૬૧૦૧૫ છે.

 

- text