વાંકાનેર તાલુકામાં રાહતદરે ઘાસ આપવા માલધારી સમાજની કલેકટરને રજુઆત

- text


તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા નહિ થાય તો પશુધન સાથે પ્રાંત કચેરીએ માલઢોર સાથે પડાવ નાખવાની ચીમકી

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકામાં રાહતદરે ઘાસ વિતરણ કરવા માલધારી સમાજે જિલ્લા કેલકટરને રજુઆત કરી હતી.

વાંકાનેર માલધારી સમાજે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે વાંકાનેર તાલુકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉદભવી છે. જેના કારણે લીલાઘાસના ચાર મણના રૂ. ૭૦, કડબના ૨૫૦ થી ૩૦૦ તથા ખોળના રૂ. ૧૫૦૦ જેવા ભાવ થયા છે. જેથી માલઢોરને સાચવવા મુશ્કેલ બની રહ્યું છે.

- text

વધૂમાં જણાવ્યું કે વાંકાનેર તાલુકાના ૧૦૩ ગામ અને વાંકાનેર શહેરમાં થઈને કુલ ૧.૫ લાખ જેટલા પશુઓ છે. આ પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો માલધારીઓને ના છૂટકે પશુધન સાથે નાયબ કલેકટરની કચેરીએ પડાવ નાખવાની ફરજ પડશે.

- text