ટંકારા પાસે રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં સારવાર મળે તે પૂર્વે જ કારચાલકે દમ તોડ્યો

ટંકારા : ટંકારાના ધારેશ્વર કોટન પાસે આજે બપોરે થયેલા કાર અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ કારચાલકે દમ તોડ્યો હતો.

ટંકારા નજીક આજે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલા મુળ બેડી વાછકપરનાને હાલ ધંધા અર્થે ટંકારા સ્થાયી થયેલા કાર ચાલક ભાવેશ રાજપરાનુ મોત નિપજ્યું હતું. ભાવેશ ટંકારા ઈમિટેશન ઉધોગ સાથે સંકળાયેલ છે અને માલ દેવા રાજકોટ જતો હતો ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યો હતો શહેરમાં મોટુ મિત્ર વર્તુળ ધરાવતા ભાવેશની વિદાય થી પરીવાર અને મિત્રોમા શોકની લાગણી ફેલાઇ છે.