મોરબીમાં રવીવારે નિઃશુલ્ક યોગ શિબિર

શરીર અને મનને તંદુરસ્ત રાખતી ફક્ત ૭ મિનિટની યોગ તકનીક શીખવવામાં આવશે

મોરબી : મોરબીની પીજી પટેલ કોલેજ ખાતે આગામી તા. ૧૨ને રવિવારે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીર અને મનને તંદુરસ્ત રાખતી ફક્ત ૭ મિનિટની યોગ તકનીક શીખવવામાં આવશે.

એસ.એન. તાવરીયાજી દ્વારા યોગ પ્રણાલીના નિઃશુલ્ક યોગ કેન્દ્રો મોરબીમાં નિયમિત ચાલે છે ત્યારે તન – મનના આરોગ્ય સુધારતી દરરોજની ફક્ત ૭ મિનિટ કરવાની આ સિસ્ટમમાં જોડાઈ તે આશયથી તા.૧૨ને રવિવારે સવારે ૮ થી ૧૦ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માધવપુરથી સિનિયર પ્રશિક્ષક બહાદુરસિંહ સુચરીયા હાજર રહેશે.આ તાલીમ શિબિરનો લાભ લેવા રામ યોગ કેન્દ્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.