મોરબીમાં લાયન્સ કલબ નઝરબાગ દ્વારા શિક્ષકો માટેની ત્રણ દિવસની તાલીમ શિબિરનો પ્રારંભ

શેઠ પી જી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ક્ષમાબેન આદ્રોજા ના હસ્તે શિબિરનું ઉદ્દઘાટન

મોરબી : લાયન્સ કલબ આયોજિત શિક્ષકો માટેની તાલીમ શિબિરનો આજથી પ્રારંભ થયો છે. જેમાં ૩ દિવસ સુધી શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવનાર છે. આ તાલીમ શિબિરનું ઉદ્દઘાટન શેઠ પી જી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ક્ષમાબેન આદ્રોજા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

લાયન્સ કલબ નઝરબાગ દ્વારા શિક્ષકો માટેની ૩ દિવસની શિબિર રાખવા મા આવેલ છે. જેમાં ૯ વર્ષથી ૧૪ વર્ષના બાળકોનો વિકાસ હવેના જમાનામા કેમ કરવો, બાળક જીદી ન થાય, ખોટા રવાડે ન ચડે, જીવન મા નિરાશા ન થાય, હરીફાઈ ના જમાના મા કેમ ટકે, વ્યસની ન બને ,મા બાપની તેના ઘડતર મા શુ જવાબદારી છે. આ બધી જવાબદારી શિક્ષકો ઉપર આવી જાય છે માટે લાયન્સ ઇન્ટરનેસનલે કરોડો રૂપિયા નો ખર્ચ કરી લાયન્સ કેવેસ્ટનો ૩ દિવસ નો પ્રોગ્રામ બનાવેલ છે.

જેમાં શિક્ષક, માતા પિતા અને બાળકો માટે ૭ બુક નો સેટ બનાવેલ છે. ૩ દિવસની ટ્રેનિંગ બાદ શિક્ષકો એટલા ચાર્જ થાય છે કે તેમની નીચે અભ્યાશ કરતા બાળકોમા જબરજસ્ત પરિવર્તન આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ ગવર્નર ચંદ્રકાન્ત દફ્તરી દ્વારા આજથી મોરબીમાં ૧૪ મા ટ્રેનિંગ વર્કશોપ નું આયોજન હાથ ધરવામા આવ્યું છે. આ સેમિનાર નું ઉદ્દઘાટન શેઠ પી જી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ક્ષમાબેન આદ્રોજા ના વરદ હસ્તે કરવામાં આવેલ. તેમને કહેલ કે શિક્ષકો બાળકોને પ્રશ્ર્નો નથી કરતા પરંતુ બાળકોના પ્રશ્નો શુ છે તે જાણે છે.

આ સેમિનાર મા અમેરિકા થી ટ્રેનિંગ લઈ અને ખાસ ૩ દિવસ માટે યોગેશ પોતા આવેલ છે. લાયન્સ કલબ મોરબી નઝરબાગ ના યુવાન પ્રમુખ વીરેન્દ્ર પાટડીયાએ સર્વે નું સ્વાગત કરેલ. ભીખાભાઇ લોરીયા કેવેસ્ટ ના રિજીયન ડી સી અને રમેશ રૂપાલ ઝોન ચેરમેને પ્રાસંગિક ઉદબોધન કરેલ. સમગ્ર આયોજન મેવાડાભાઈ અને ભાનજીભાઈ આદ્રોજા કરેલ હતું. સંદીપ દફ્તરી ભાવેશ ચંદરાના અને કપિલ માલાની એ પ્રોગ્રામનું સંચાલન કરેલ હતું. આ વર્કશોપ મોરબીને મળે તે માટે રાજકોટના મુકેશ પંચાસરાએ લાયન્સ ઇન્ટરનેશનલ સાથે પ્રયત્નો કરેલ હતા.