સિરામિક એસોસિએશનના બહુમત સભ્યોનો આ વર્ષે વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો નહિ યોજવાનો મત

- text


કારોબારી સભ્યોના મતના આધારે થાઈલેન્ડમાં વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો નહિ યોજવાની જાહેરાત

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા આગામી ડિસેમ્બર માસમાં થાઈલેન્ડ ખાતે વાયબ્રન્ટ સિરામિક એક્ઝિબિશન યોજવાની વિચારણા કરવામાં આવી હતી. પરંતુ આ આબતે સિરામિક એસોસિએશનના બહુમત કારોબારી સભ્યો લાંબી વિચારણા બાદ આ વર્ષે વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો નહિ યોજવાનો મત વ્યક્ત કરતા આ વર્ષે વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો નહિ યોજવાની સીરામીક એસો. દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

મોરબી સિરામિક એસોસિએશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮/૮/૨૦૧૮ ના રોજ એસોસિએશન ઓફિસ ખાતે વિટ્રિફાઇડ કારોબારીની મંથલી મિટિંગ મળેલ હતી જેમાં સીરામીક એસોસિયેશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા બે વર્ષથી યોજવામાં આવતા વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો આ વર્ષે થાઈલેન્ડમાં યોજવા અંગે વિચાર વિમર્શ કર્યા બાદ એક્સપોના આયોજન અંગે મિટિંગમાં હાજર રહેલ ૨૬ સભ્યોનું ગુપ્ત મતદાન કરેલ હતું. તેમાંથી ૨૫ સભ્યોએ આ વર્ષે વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો નહિ યોજવાનો મત આપ્યો હતો.

- text

આ ઉપરાંત ફ્લોર ટાઈલ્સના પ્રમુખએ ફ્લોર કમિટી ના ૧૪ સભ્યોનો આ બાબતે અભિપ્રાય લીધેલ તેમને પણ વાઇબ્રન્ટ એક્ઝિબિશન આ વર્ષે ન કરવું તેવા અભિપ્રાય આપેલ. જેથી આ તમામ કમિટી મેમ્બરની બહુમતી મુજબ આ વર્ષે વાઇબ્રન્ટ એક્ઝિબિશન ન યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

જેથી આ બાબત ની નોંધ લેવા તમામ મેમ્બરોને મુકેશ નરશીભાઈ ઉધરેજા, પ્રમુખ, ગુજરાત ગ્રેનાઈટો મેન્યુ. એસોસિએશન તથા કિશોર અમરશીભાઇ ભાલોડીયા, પ્રમુખ, ગુજરાત સીરામીક ફ્લોર ટાઇલ્સ મેન્યુ.એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

- text