માળીયાના ભાવપર ગામે જુગાર રમતા ૪ પકડાયા

- text


પોલીસે રોકડ રૂ. ૧૦,૭૪૫ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

માળીયા : માળિયાના ભાવપર ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રૂ. ૧૦,૭૪૫ની રોકડ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વીગત મુજબ માળીયા તાલુકાના ભાવપર ગામના ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતા મનસુખ કરશન ફુલતરિયા, રમેશ દયારામ કાપડી, મગન ભાણજી પૈજા અને જયસુખ બાલુ ફુલતરિયાને પોલીસે રૂ. ૧૦૭૪૫ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text