વાંકાનેરના જુના ગારીયા ગામે જુગારનો દરોડો : અડધા લાખની માલમતા સાથે ૭ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખસોને ઝડપી લેતા શ્રાવણ પહેલા શ્રાવણીયો જુગાર માંડનાર શોખીનોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના સુપરવિઝનમા વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર.ગઢવી, પો.હેડ કોન્સ. સુરેશભાઇ રામભાઇ ચાવડા, પો. કોન્સ.અશ્વિનકુમાર મનસુખભાઇ ઝાંપડીયા, પો કોન્સ બળવંતભાઇ જીવણભાઇ સાપરા, પો.કોન્સ અશ્વિનભાઇ પ્રકાશભાઇ રંગાણી, પો.કોન્સ. દર્શિતભાઇ ગીરીશભાઇ વ્યાસ, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વાંકાનેરના જુના ગારીયામાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી માળતા પોલીસે દરોડો પાડી સાત શખસોમેં જુગાર રમતા ઝડપી લીધા હતા.

- text

આ દરોડામાં આરોપી (૧) મુકેશભાઇ કાળુભાઇ માલકીયા, ઉ.વ. ૧૯ ધંધો ખેતી રહે નવા ગારીયા તા. વાંકાનેર (૨) ધનજીભાઇ લવજીભાઇ રોજાસરા, ઉ.વ. ૨૮ ધંધો ખેતી રહે નવા ગારીયા તા. વાંકાનેર (૩) ગીરીરાજસિંહ ભીખુભા વાળા, ઉ.વ. ૨૯ ધંધો ખેતી રહે નવા ગારીયા તા. વાંકાનેર (૪) વિજય ઉર્ફે સંજય અમરશીભાઇ માલકીયા, ઉ.વ. ૨૪ ધંધો ખેતી રહે જુના ગારીયા તા વાંકાનેર (૫) ભગવાનજીભાઇ રવજીભાઇ માલકીયા, ઉ.વ. ૧૯ ધંધો ખેતી રહે નવા ગારીયા તા. વાંકાનેર (૬) ભગીરથસિંહ નવલસિંહ ગોહિલ, ઉ.૨૩ ધંધો ખેતી રહે ગામ પચ્છેગામ તા. વલ્લભીપુર જી. ભાવનગર હાલ ગારીયા તા. વાંકાનેર અંર (૭) શીવભદ્રસિંહ સાવજુભા વાળા, ઉ.વ. ૨૩ ધંધો ખેતીકામ રહે ગામ ગારીયા તા. વાંકાનેર વાળા ઝડપાઇ ગયા હતા.

આ મામલે પોલીસે વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામે ડોહલીમાના મંદિર પાસે જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા શખસો પાસેથી રોકડા રૂ. ૨૪,૫૪૦ ગંજીપતાના પાના, મો.સા. ૦૨ કિ.રૂ. ૩૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ, ૫૪,૫૪૦ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પો રટે સેકન્ડ ગુ.ર.નં. ૩૩૫૮/૨૦૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

- text