વાંકાનેર પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રાથમિક સુવિધાના અભાવે છાત્રાઓને હાલાકી

- text


મહિલા પખવાડિયાની ઉજવણીમાં મહિલાના વિકાસ માટે સ્ટેજ પરથી મોટી મોટી વાતો, બીજી તરફ છાત્રાઓના ભાવી સાથે ચેડા

વાંકાનેર : વાંકાનેરમાં હાલ મહિલા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે. જેને લઈને સરકારી તંત્ર અતિ વ્યસ્ત છે. સ્ટેજ પરથી મહિલાઓના વિકાસને લઈને અનેક મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ અહીં પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રથમિક સુવિધાનો પણ અભાવ છે. જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. આ વાત જગજાહેર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી.

રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી ચાલી રહી હોય આખું સરકારી તંત્ર જાણે મહિલાઓના પ્રશ્નો પળ ભરમાં હલ કરી નાખશે તેવી વાતો પ્રવચનોમાં જોવા મળી રહી છે. હકીકત જોઈએ તો સ્ટેજ પરથી મોટી મોટી વાતો કરતા સરકારી અધિકારીઓ પાસે જ્યારે પ્રજા પોતાના પ્રશ્નો લઈ જાય છે ત્યારે કેવા અને શું જવાબ મળે છે તે લગભગ બધા લોકોને અનુભવ હશે જ .

આ મહિલા સશક્તિકરણની ઉજવણી ના ભાગરૂપે વાંકાનેર સરકારી તંત્ર પણ ઉજવણી કરી રહ્યું છે જે સારી બાબત છે કે કમસેકમ એક બે કલાક માટે પણ મહિલાઓને લાગે છે કે અમારી વાત સાંભળવા વાળુ કોઈક તો છે જ પરંતુ અહીં આપણે વાત કરવી છે બાળાઓની તે પણ સરકારી સ્કૂલમાં ભણતી દીકરીઓ પ્રત્યે સરકારી તંત્ર કેટલું જાગૃત છે તે જોઈએ.

- text

વાંકાનેરમાં દિવાનપરા વિસ્તારમાં આવેલ વાંકાનેર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલમાં સ્કૂલની પાછળ ના ભાગે બાળકો માટે રમતગમતનું મેદાન આવેલ છે જેની ફરતે દીવાલ બનાવવામાં આવેલ હતી પરંતુ આ દીવાલ ઘણા વર્ષોથી પડી ગયેલ હોય અને તે વોંકળાના કાંઠે આવેલ હોય જેથી ઝેરી જનાવર આવવાની શક્યતાઓ રહેલી હોય ઉપરાંત સ્કૂલ ટાઇમ પછી અહીં આ મેદાન અસામાજિક તત્વોનો અડ્ડો બની જતું હોય સ્કૂલ સંચાલકોએ અવારનવાર લગત તંત્રને આ દિવાલ બનાવવા માટે રજૂઆતો કરી છે પરંતુ આ બાળકોની ફરિયાદનો નિકાલ કરનાર કોઇ નથી.

આ ઉપરાંત સ્કૂલની પાણીની ટાંકી પણ તૂટી ગઈ હોય એક જ ટાંકીમાં કામ ચલાવવું પડે છે સ્કૂલમાં ફક્ત એક જ ક્લાર્ક હોય વધારે ક્લાર્ક ની જરૂરિયાત રહેલ છે પરંતુ સરકાર દ્વારા સ્ટાફ ફાળવવામાં આવતો નથી. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સ્કૂલમાં એક પણ પટાવાળાની જગ્યા ભરવામાં આવેલ નથી પટાવાળા વગર જ સ્કૂલ નું કાર્ય ચાલી રહ્યું છે. આ સ્કૂલની પાછળ આવેલ બધી બારીઓના કાચ તૂટેલી હાલતમાં છે ચાલુ વરસાદે પાણી બારીઓમાંથી અંદર આવતું હોય બાળાઓને ભણતરમાં મુશ્કેલીઓ સર્જાઈ છે.

- text