ટંકારા : ટોળ ગામે દુષિત પાણીના વિતરણ અંગે મામલતદારને રજુઆત

- text


તાકીદે કાર્યવાહી નહિ થાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

ટંકારા : ટંકારાના ટોળ ગામે પ્રદુષિત પાણીનું વિતરણ થતુ હોવાથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મામલતદારને રજુઆત કરી હતી. સાથે જો તાકીદે આ મામલે કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

- text

ટંકારા તાલુકાની ટોળ ગ્રામપંચાયત દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી હતી કે ટોળ ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે. ગ્રામજનો અને પશુઓ શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. જડેશ્વર સંપમાંથી આપવામાં આવતું પાણી દૂષિત હોવાથી ગ્રામજનો બીમારીઓનો ભોગ બની રહ્યા છે.

ગયા વર્ષે હીરાપર સંપમાંથી પાણી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ મામલે તાકીદે કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમરાપર અને ટોળ ગામ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text