મોરબી : જન્માષ્ટમીનો લોકમેળો ધોળેશ્વર ખાતે યોજાશે

- text


ટૂંક સમયમાં મેળાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે : અવરોધરૂપ દબાણો હટાવીને મેદાન ચોખ્ખું કરાશે

મોરબી : મોરબીમાં જન્માષ્ટમીના લોકમેળાના સ્થળ અંગે અનેક અટકળો વહેતી થઈ છે. ત્યારે આ લોકમેળો ધોળેશ્વર ખાતે જ યોજનાર છે અને તેના માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

મોરબીમાં વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું ધોળેશ્વર ખાતે આયોજન થતું હતું. આ લોકમેળામાં ચાર દિવસ શહેરીજનો મન ભરીને મોજ માણતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકા તંત્ર દ્વારા અન્ય સ્થળે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થાય છે. ત્યારે લોકોની લાગણી હતી કે આ પારંપરીક લોકમેળો ધાર્મિક સ્થળે એટલે કે ધોળેશ્વર ખાતે જ યોજવામાં આવે. જેથી પાલિકાએ પણ લોકમેળો ધોળેશ્વર ખાતે જ ગોઠવવાનું આયોજન કર્યું છે.

- text

આ અંગે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું કે આ વખતે ધોળેશ્વર ખાતે જન્માષ્ટમીનો લોકમેળો ધોળેશ્વર ખાતે તા.૨ સપ્ટેમ્બર થી ૪ સપ્ટેમ્બર સુધી યોજાશે. ત્યાં અવરોધરૂપ દબાણો હટાવીને સાફ સફાઈ કરીને મેદાન ચોખ્ખું કરવામાં આવશે. ટુક સમયમાં મેળાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોળેશ્વર ખાતે જગ્યા અત્યારે સાંકળી થઈ ગઈ છે. ત્યારે હજુ પણ પાલીકા તંત્ર દ્વારા આ મેળાના સ્થળમાં ફેરફાર થાય તો નવાઈ નહિ.

- text