મોરબી : લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરતું ભાજપ

- text


રાજકોટ લોકસભા બેઠકને લઈ વાંકાનેર, ટંકારા, અને મોરબી કાર્યકર્તાઓ સાથે પ્રભારીઓની બેઠક

મોરબી : આગામી લોકસભા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, રાજકોટ લોકસભા બેઠકમાં આવતા મોરબી જિલ્લાના વાંકાનેર, ટંકારા અને મોરબી વિસ્તારના કાર્યકર્તાઓ સાથે પ્રભારીઓએ મિટિંગ યોજી ચૂંટણી તૈયારીમાં લાગી જવા આહવાન કર્યું હતું.

મોરબી જિલ્લાના રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવતા વાંકાનેર શહેર અને ગ્રામ્ય મંડલની રાજકોટ બેઠક માટે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી માટે નિમાયેલ પ્રભારી નરહરિભાઈ અમીન, હીરાભાઈ સોલંકી, પુષ્પદાનભાઈ ગઢવી, અમીબેન પરિખ તથા પ્રદીપભાઈ ખીમાણી વગેરેની અધ્યક્ષતામાં તેમજ મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મેઘજીભાઈ કંજારીયા, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા તેમજ વાંકાનેરના અગ્રણી જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેર ખાતે લોહાણા મહાજનવાડીમાં બેઠક મળેલ હતી જેમાં સંગઠનની હાલની સ્થિતિમાં સોપાયેલ જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં જવાબદારીઓ વધારવા અથવા ઓછી કરવા સૂચનો કરવામાં આવેલ.

- text

બેઠકના બીજા તબક્કામાં મોરબી જિલ્લાના રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવતા મોરબી ગ્રામ્ય મંડલ તથા ટંકારા ગ્રામ્ય મંડલમાં પણ પ્રભારીઓની અધ્યક્ષતામાં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયાની ઉપસ્થિતિમાં હરભોલે હૉલ, શનાળા રોડ, મોરબી ખાતે બેઠક મળેલ જેમાં મોરબી ગ્રામ્ય મંડલ તથા ટંકારા ગ્રામ્ય મંડલની સંગઠનની હાલની સ્થિતિ એ સોપવામાં આવેલ જવાબદારીઓની સમીક્ષા કરવામાં આવેલ અને આવતી લોકસભા ચૂંટણી ૨૦૧૯ અનુસંધાને વિગતે તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. તેમજ બંને ચરણની બેઠકમાં છેક બૂથ સુધીના કાર્યકર્તાઓને જવાબદારી સોપવા અંગે વિસ્તૃત ચર્ચા થયેલ તે ઉપરાંત આ વિસ્તારમાં જાહેર જીવનમાં જનસુવિધામાં સુધારો કરવા જરૂર જણાતા વિષયો પર ચર્ચા કરવામાં આવેલ તથા સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હોવાનું જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવાયુ હતું.

- text