હળવદ પંથકમાં વર્ષ ર૦૧પમાં થયેલ અતિવૃષ્ટીની સહાય માલધારીઓને હજુ ચુકવાઈ નથી !

- text


અતિવૃષ્ટીના કારણે ર૧૬થી વધુ પશુઓના મોતને ભેટયા હતા : પશુપાલકોને વહેલી તકે સહાય ચુકવાય તેવી માંગ કરતા જિલ્લા પંચાયતના સદસ્ય

હળવદ : હળવદ પંથકમાં વર્ષ ર૦૧પ/૧૬ થયેલ અતિવૃષ્ટીના કારણે ભારે ખાના-ખરાબી સર્જાઈ હતી. જેમાં ખેડૂતોની જમીનોનું ધોવાણ થતા ઉભા પાકને ભારે નુકસાની થવા પામી હતી. તેમજ પશુપાલકોના પણ માલઢોર પણ મોતને ભેટયા હતા. આ સમગ્ર બાબતનો સર્વે કરી ખેડૂતોને તેઓનું વળતર ચુકવી દેવાયુ હતુ. જયારે આજ સુધી ર૧૬થી વધુ પશુઓના થયા હોવા છતાં પણ વળતર ન ચુકવાતા પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે.

હળવદ પંથકમાં વર્ષ ર૦૧પ/૧૬માં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની જમીનોનું ધોવાણ થયું હતું જેમાં મોટા પાયે પાકનું નુકસાન થયું હતું. તેમજ તાલુકાના ર૧૬થી વધુ પશુઓના મોત નિપજયા હતા. જે અંગેનો સર્વે હાથ ધરી ખેડૂતોને પાક ધોવાણના વળતરનું ચુકવણુ કરી દેવાયું હતું. તો બીજી તરફ પશુપાલકોના ર૧૬થી વધુ પશુઓના મોત નિપજયાનું સર્વેમાં ઉલ્લેખ કરાયો હતો જેઓને વળતર પેટે ૪૧.૪૬ લાખ ચુકવવાના થતા હોય જે આજદિન સુધી ચુકવવામાં ન આવતા પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે.

- text

આ અંગે તાલુકા વિકાસ અધિકારી બી.એસ. એરવાડીયાને પુછતા જણાવેલ કે, તે સમયના સર્વે મુજબ ર૧૬ પશુઓના મૃત્યુ થયા હતા. જેમાં પશુપાલકોને વળતર પેટે હાલ રપ.૭પ લાખ અત્રે કચેરીએ આવેલ ત્યારે ૧પ.૭૧ લાખ બાકી હોવાના કારણે હજુ સુધી સહાય ચુકવાઈ નથી. બાકીના રહેતા રૂ.૧પ.૭૧ લાખ સહાય પેટે અત્રેની કચેરીએ મળે ત્યારબાદ રૂ.૪૧.૪૬ લાખ પશુપાલકોને ચુકવવામાં આવશે.

હળવદ પંથકમાં વર્ષ ર૦૧પ/૧૬માં થયેલ અતિવૃષ્ટીમાં ર૧૬ પશુઓના મોત થયા હતા. જેની સહાય પેટે રૂ.૪૧.૪૬ લાખ મંજુર થવા છતાં પણ આજદિન સુધી ચુકવવામાં નહીં આવતા હોવાની રજુઆત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. વધુમાં ધર્મેન્દ્રભાઈએ જણાવેલ કે, આ અંગેની રજુઆત અગાઉ પણ કરવા છતાં આજદિન સુધી કોઈ આ સહાયનો નિવેડો નહીં આવતા તંત્ર જાણે પોઢી ગયું તેવું લાગી રહ્યું છે.

 

- text