મૂળ ટંકારાના વતની બે યુવાનોએ બનાવી પ્રથમ સિંગલ કેરેકટર મુવી સ્ટ્રોબેરી પોઇન્ટ

- text


ટંકારાના ડી.વાસુ અને રૂપેશ કાસુન્દ્રાની ગેમ ઓવર ફિલ્મે ધૂમ મચાવી હતી

હડમતીયા : મૂળ મોરબી જિલ્લાના ટંકારાના વતની અને હાલ સુરતને કર્મભૂમિ બનાવનાર ડી.વાસુ અને રૂપેશ કાસુન્દ્રા નામના બે યુવાનો બોલીવુડમાં નવો અધ્યાય શરૂ કરવાના ભાગરૂપે સ્ટ્રોબેરી પોઇન્ટ નામની સિંગલ કેરેકટર મુવીનું નિર્માણ પૂર્ણ કર્યું છે અને હિન્દી તથા અંગ્રેજી ભાષામાં રિલીઝ થનારી આ ફિલ્મ પ્રથમ ભારતીય ફિલ્મ બની રહેશે.

વેપાર માં સાહસ ખેડવાની અને મુખ્ય પ્રવાહ થી કઈક અલગ કરવાની ઇચ્છાશક્તિ તો ગુજરાતીઓના લોહીમાં હોય છે અને આવી જ મજબૂત ઈચ્છાશક્તિ સાથે મૂળ ટંકારાના અને હાલ સુરતના વતની ડી.વાસુ અને રૂપેશ કાસુન્દ્રા એ મનોરંજન અને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આજથી ત્રણ વર્ષ પહેલા ઝંપલાવ્યું હતું. અને માત્ર ત્રણ વર્ષ ના ટૂકા સમય માં બે હિન્દી ફિલ્મ નું નિર્માણ કર્યું છે. આ કોઈ સામાન્ય વાત નથી. કોઈ પણ અનુભવ વગર, ફક્ત ઈચ્છાશક્તિ ને અનુસરી એકદમ નવા ક્ષેત્ર માં ટૂંક સમય માં પોતાના સપના ને સાકાર કરવું એ કોઈ નાની વાત નથી.

- text

આજથી ત્રણ વર્ષ પહેલા આ બન્ને વેપારીમિત્રો એ સુરતના બ્રિજેશ ઠક્કર અને પરેશ સવાણી સાથે મળી ગેમઓવર ફિલ્મથી શરૂઆત કરી હતી. આજે ગેમ ઓવર ભારતભર માં ૭૦૦ થી વધારે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચુકી છે.

ફિલ્મ ગેમઓવરના શૂટિંગ દરમ્યાન જ એક નવી અને અનોખી ફિલ્મની પણ નીવ નખાઇ ગઈ હતી. એ ફિલ્મ જે કદાચ ભારત દેશની પહેલી ફિલ્મ હશે જેમાં ફક્ત એક જ કલાકાર છે. હા… ફક્ત એક જ કલાકાર આ ફિલ્મ નું નામ છે સ્ટ્રોબેરી પોઈન્ટ. સુરતના ચાર ફિલ્મ નિર્માતાઓએ ભેગા મળી આ અનોખી ફિલ્મ સ્ટ્રોબેરી પોઈન્ટ (STRAWBERRY POINT) નું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ બે ભાષા માં તૈયાર કરવામાં આવી છે હિન્દી અને અંગ્રેજી. ફિલ્મ નાં લેખક અને દિગ્દર્શક પ્રબલ બરુઆહ છે, જ્યારે ફિલ્મના એક માત્ર કલાકાર છે કરન ઓબેરોઈ, ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીપ્ટને ધ્યાનમાં રાખી આ ફિલ્મ અંગ્રેજી ભાષામાં પણ બનાવામાં આવી છે જેથી આ ફિલ્મ ભારત ઉપરાંત વિદેશ માં પણ રીલીઝ કરી શકાય.

કોનિંગ એન્ટરટેઇન્મેન્ટ (KONING ENTERTAINMENT) ,ડ્રીમ ઇન્ટરનેશનલ અને ડ્રીમ મશીન પ્રાઇવેટ લિમિટેડનાં બેનર માં બનેલ આ ફિલ્મ ટૂંક સમય માં જ રીલીઝ થશે.

હાલ માં ડી.વાસુ (D VASU)અને રૂપેશ કાસુન્દ્રા આ ઉપરાંત બીજી સ્ટોરી અને સ્ક્રીપ્ટ ઉપર કામ કરી રહ્યા છે અને ટૂંક સમય માં નવી ફિલ્મ નાં શૂટિંગ ની શુભ શરૂઆત કરશે.

 

- text