મોરબીમાં સ્કૂલ ઓન વહીલ્સના ગરીબ બાળકને વિનામૂલ્યે સારવાર અપાઈ

- text


ઓમશાન્તિ સ્કૂલ ઓન વિહલ્સ સ્કૂલની માનવતાને ડો.ભાડેશીયાએ મહેકાવી

મોરબી : મોરબીમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવા ઓમશાન્તિ સ્કૂલ દ્વારા સ્કૂલ ઓન વિહલ્સ બસ મારફતે શિક્ષણ આપી સાચા અર્થમાં શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે એક કિસ્સામાં સ્કૂલ પરિવાર દ્વારા સ્કૂલ ઓન વિહલ્સમાં આવતા એક બાળકને પગમાં ગેંગરીન જેવી બીમારી થતા માતાપિતાની જવાબદારી નિભાવી માનવતા દર્શાવી હતી જેમાં ડો.ભાડેશીયાની હોસ્પિટલમાં આ બાળકને વિનામૂલ્યે સારવાર આપી માનવતાને મહેકવાઈ હતી.

- text

મોરબીમાં ઓમશાન્તિ વિદ્યાલય દ્વારા મોરબીના પછાત વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ પરિવારના બાળકો માટે ખાસ સ્કૂલ ઓન વહીલ્સ પ્રોજેકટ શરૂ કર્યો છે જે અન્વયે આ શાળામાં આવતા એક બાળકને છેલ્લા પંદર દિવસથી પગમાં લાગ્યું હોય ગેગ્રીન જેવી બીમારીના લક્ષણો દેખાતા શિક્ષક દ્વારા શાળાના પ્રિન્સિપાલ વિરડીયાભાઈને જાણ કરાઈ હતી.

દરમિયાન આ ગરીબ બાળકના માતા પિતા મજૂરી કામ કરવા જતાં હોય બાળકને સારવાર માટે લઈ જઈ શકે તેવી સ્થિતિમાં ન હોય ઓમશાન્તિ ગુજરાતી મીડીયમ શાળાના પ્રિન્સિપાલ વિરડીયાભાઈ આ બાળકને ડો.ભાડેશિયાની હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડો.પૂર્ણિમાબેન ભાડેશિયાએ આ બાળકને વિનામૂલ્યે સારવાર આપી પાટાપિંડી કરી આપી શાળા પરિવારની માનવતા મહેકાવી હતી.

 

- text