મોરબીમાં રોટરી કલબ દ્વારા ૩૫૦૦ નોટબૂકનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયુ

- text


મોરબી : મોરબીમાં રોટરી કલબ દ્વારા વિવિધ શાળાઓમાં ૩૫૦૦ જેટલી નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

મોરબીની રોટરી ક્લબે શહેરની વિવિધ શાળાઓમાં તેમજ સ્લમ વિસ્તારમાં જઈને ૩૫૦૦ જેટલી નોટબૂકનું વિતરણ કર્યું હતું. આ સાથે સંસ્થા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘૂંટુ રોડ પર આવેલ ચિંતન વિદ્યાલય અને મહાપ્રભુજીની બેઠકમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી પ્રેસિડેન્ટ રષેશભાઈ મહેતા, પ્રકાશભાઈ, હરીશભાઈ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text