માળિયાના ખાખરેચીમાં જુગાર રમતા સાત ઝડપાયા

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી સાત શખસોને જુગાર રમતા ઝડપી લઈ રૂ. ૧૩૧૯૦ ની માલમતા કબ્જે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ પી.પી.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખસો ચોરા પાસેથી મળી આવ્યા હતા.

આ દરોડામાં પોલીસે રોકડ રૂપીયા ૮,૧૯૦ અને મોબાઈલ ફોન – ૫ કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ ૧૩,૧૯૦ ના મુદામાલ સાથે દલીચંદભાઈ દેવજીભાઈ વિઠલાપરા, હીરાભાઈ અમરશીભાઈ ભોજવીયા, રમેશભાઈ ખોડાભાઈ અદગામા, રમેશભાઈ સોંડાભાઈ પાટડીયા, રાજેશભાઈ ચંદુભાઈ ખાંભડીયા, દુલભજીભાઈ જેઠાભાઈ મોરડીયા અને બહાદુરભાઈ સોંડાભાઈ પાટડીયા રહે બધા.ખાખરેચી તા.માળીયા વાળાને ઝડપી લઈ જુગારધારાની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.