આ વર્ષે વાયબ્રન્ટ સિરામિક એક્ઝિબિશન થાઈલેન્ડમાં યોજાશે !

- text


તા.૧૨, ૧૩ અને ૧૪ ડિસેમ્બર – ૨૦૧૮ દરમિયાન બેન્કોકમાં વાયબ્રન્ટ સિરામિક એક્ઝિબિશન યોજવાનો સીરામીક એસોની ટ્રેડ પ્રમોશન કમિટીની બેઠકમાં વિચારણા 

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ ઉતરોતર પ્રગતિ કરી દેશના સીમાડા ઓળંગી ચૂકયો છે ત્યારે હવે એથી પણ એક કદમ આગળ વધી મોરબી સિરામિક એસોસિએશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા વાઈબ્રન્ટ સિરામિક એક્સપોની બબ્બે સફળતા બાદ હવે એક્સપોર્ટને બુસ્ટર ડોઝ આપવા આ વર્ષે ત્રીજો વાયબ્રન્ટ એક્સ્પો ૨૦૧૮ થાઈલેન્ડમાં યોજવા વિચારણા હાથ ધરાઈ છે. થાઈલેન્ડમાં એક્ઝિબિશન યોજવાનો મુખ્ય હેતુ સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં મોરબી સિરામિક પ્રોડકટનું એક્સપોર્ટ વધારવાનો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે એસોસિએશનની ઓફિસ ખાતે મળી હતી, ટ્રેડ પ્રમોશન કમિટી મેમ્બર્સની આ મહત્વપૂર્ણ મિટિંગમાં મોરબી સીરામીક એસો.ના હોદેદારો અને વાયબ્રન્ટ સિરામિક એક્ઝિબિશનના સહભાગી આયોજક ઓક્ટાગોનમાંથી સંદીપભાઈ પટેલ પણ હાજર રહેલ અને મિટિંગમાં હાજર રહેલ તમામ સભ્યો સાથે વિચાર વિમર્શ કરી વાઇબ્રન્ટ સીરામીક એકઝીબિશનની ત્રીજી આવૃત્તિ થાઈલેન્ડ ખાતે તા.૧૨, ૧૩ અને ૧૪ ડિસેમ્બર – ૨૦૧૮ દરમિયાન યોજવા વિચારણા હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી સિરામિક એસોસિએશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા થાઈલેન્ડમાં વાઈબ્રન્ટ એક્ઝિબિશન યોજવા પાછળનો ઉદેશ્ય ખૂબ જ ઉમદા અને દુરોગામી હોવાનું જણાવતા સંદીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મલેશિયા, વિયાતનામ, તાઇવાન, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, ચાઈના , ફિલિપાઇન્સ, અને બ્રુનેઈ જેવા સાઉથ ઇસ્ટ એશિયાના દેશોથી ઈમ્પોર્ટસ બાયર્સ આ વાઈબ્રન્ટ એક્સપોમાં આવશે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને ઉપરોક્ત દેશોમાં વ્યાપારની ઊજળી તકો પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત દેશોમાં હાલમાં ૬૩% સિરામિક પ્રોડકટ ચાઈનાથી એક્સપોર્ટ થાય છે,જ્યારે આપણા ભારત માંથી ફક્ત ૧% એક્સપોર્ટ થાય છે તો આ તમામ દેશોમાં આપણા એક્સપોર્ટનો ગ્રોથ વધે તે માટે આ દેશોનો ટાર્ગેટ કરેલ છે અને આવા દેશોમાં એક્સપોર્ટ કરવા માટે સર્ટિફિકેટ માટે પણ એસોસિએશન મદદ રૂપ થશે.

 

- text