મોરબીમાં નટરાજ રેલવે ફાટક પ્રશ્ને ટ્રેન રોકો આંદોલનના ભણકારા

- text


ટ્રાફિક પ્રશ્ને હવે લોકોની ધીરજ ખૂટતા સિરામિક એસોસિએશન મેદાને

મોરબી : મોરબીના નટરાજ ફાટક અને નવલખી ફાટકને કારણે દરરોજ હજારો માનવ કલાકોનો વેડફાટ થતો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પગલા ન લેવાતા અંતે હવે લોકોની ધીરજ ખૂટી છે અને આવનાર દિવસોમાં ટ્રેન રોકો આંદોલન છેડવાની મોરબી સિરામિક એસોસિએશને જાહેરાત કરી છે.

મોરબી સિરામિક એસોસિએશનના નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે મોરબી શહેરનું નટરાજ ફાટક એટલે મોરબીના ટ્રાફીક માટે સૌથી મોટી માથાકૂટ અને પીડા છે, દરરોજ હજારો લોકો સવારે અને સાંજે ૧-૧ કલાક ફસાય છે તેમ છતા નથી તો વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતા લેતું કે નથી રાજકીય લીડરો આ લોકપ્રશ્નનો નિકાલ લાવવાની ફરજ નથી સમજતા.

વધુમાં જો ડેમુ ટ્રેનને નઝરબાગ રોકી ને ત્યાથી નગરપાલીકા સીટી બસની વ્યવસ્થા કરે તો આ સમસ્યા ૯૦% સુધરી શકે તેમ હોવાનું જણાવી, નવલખી ફાટક મોટી કરવી પણ અતી આવશ્યક હોવાનું જણાવ્યું હતું.

- text

નિલેશભાઈએ ઉમેર્યું હતું કે નવલખી ફાટકે એક – એક કલાકની લાઇનો લાગે છે જે કચ્છ થી રાજકોટ જતા લોકોને હેરાન થવું પડે છે અને બાયપાસનો પણ કોઇ ફાયદો મળતો નથી અને જો આ કામગીરી કરવામાં તંત્ર ને તકલીફ પડતી હોય તો આમ જનતા ની સહનશક્તિ હવે પુરી થઇ ગઇ છે.

મોરબીના ફાટક અને ટ્રાફિક પ્રશ્ને આવતા સમયમાં જરૂર પડયે ટ્રેન રોકો આંદોલન કરવા માટે મોરબીની જનતા અચકાશે નહી માટે તાત્કાલિક વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય ઘટતું કરે અને સાથોસાથ રાજકીય આગેવાનો પણ આ મુદ્દે આગળ આવે તેવી મોરબીના નાગરિકો તેમજ સિરામીક ઉધોગના હોદેદારો અને તેમાં કામ કરતા લોકો તેમજ મોરબીની જનતા ની આ લાગણી હોવાનું અંતમાં તેમને ઉમેર્યું હતું.

- text