સામાજિક ક્ષેત્રમાં સારા યોગદાન બદલ મોરબીના સીરામીક એસોના હોદેદારોનું દિલ્હી ખાતે સન્માન કરાયું

- text


કોર્પોરેટ ક્ષેત્રમાં સારા અચિવમેન્ટ અને સામાજિક ક્ષેત્રમાં સારા યોગદાન બદલ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સીએસઆર સમિટમાં સીરામીક એસો.ના હોદેદારોને એવોર્ડ અપાયો

મોરબી : દિલ્હી ખાતે રાષ્ટ્રીય અને પુરસ્કારો ૨૦૧૮ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટ ઉદ્યોગની સામાજિક ક્ષેત્રે જવાબદારી સમજીને કામ કરતા ઉદ્યોગકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા અને નરેન્દ્ર પટેલનું બ્રાન્ડ ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતુ.

સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર અગ્રણી મેગેઝીન સીએસઆર ટાઈમ્સ અને ઇન્ડિયન એચિવર્સ ફોરમે સંયુક્ત પણે ભારતના આવાસ કેન્દ્ર, નવી દિલ્હી ખાતે એક દિવસના નેશનલ સી.એસ.આર સ્મિત એન્ડ એવોર્ડ્સ ૨૦૧૮નું આયોજન કર્યું હતું. આ સમીટનો વિષય હતો રીથીન્કીંગ સીએસઆર. જેનો મતલબ આગામી ડિકેડ માટે પરિવર્તન. સમારોહમાં ૬૦ પૈકી ૨૯ એપ્લિકેશન્સની પસંદગી પુરસ્કાર માટે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર પેટ્રોનેટ એલએનજી લિમિટેડના એમડી અને સીઈઓ પ્રકાશસિંહ, યુએસ ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્કના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડો. કેકે અગ્રવાલ અને સીએસઆર ટાઈમ્સના એડિટર હરીશચંદ્ર હાજર રહ્યા હતા.

- text

પ્રથમ સત્રમાં સીએસઆર પર પેનલ ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં વાણિજ્ય, ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે વિજેતા કંપનીઓએ તેમના કામ વિશે વધુ ગંભીર બનવાની જરૂર છે. કારણકે વિજેતા બન્યા બાદ લોકો તેની પાસેથી વધુ અપેક્ષાઓ રાખશે. બાદમાં મંત્રીએ ઉત્કૃષ્ટ પ્રદાન માટે વિજેતાઓને સીએસઆર ટાઈમ્સ એવોર્ડ એનાયત કર્યો હતો. જેમાં મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને નરેન્દ્ર પટેલને કોર્પોરેટ ક્ષેત્રમાં સારા યોગદાન બદલ બ્રાન્ડ ઇમપેક્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

- text