હળવદના શિવપુર શાળાની મુલાકાત લેતા ટંકારા બીઆરસી

- text


મિશન વિદ્યા અંતર્ગત બાળકોને વાંચન, ગણન, લેખન અંગેની કામગીરીની સમીક્ષા કરી

હળવદ : મિશન વિદ્યા અંતર્ગત પ્રિય બાળકોને લેખન, ગણન અને વાંચનમાં પારંગત કરવા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે ટંકારા બીઆરસી કોઓર્ડીનેટર ટીમ દ્વારા હળવદના શિવપુર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી.

ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિનેટરે મિશન વિદ્યા અંતર્ગત હળવદ તાલુકાની શિવપુર પ્રા. શાળા ની મુલાકાત લીધી હતી અને શિક્ષકોની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુણોત્સવ ૮ ના પરિણામ બાદ તેમાં વાંચન ગણન અને લેખન મા ધો. ૬ થી ૮ મા ૦ થી ૫ ગુણ મેળવેલ બાળકો તેમજ તે ઉપરાંત ના શિક્ષકોએ બીજા વધારાના પસંદ કરેલ બાળકો માટે સમગ્ર રાજ્યમાં પ્રિય બાળકો માટે તા.૨૬ જુલાઈ થી ૩૧ ઓગષ્ટ સુધી મિશન વિદ્યા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

- text

જે અન્વયે શિક્ષકોને માર્ગદર્શન મળી રહે અને અભિયાન અસરકારકતાથી ચાલતું રહે તે માટે બી.આર.સી., સી.આર.સી., બી.આર.પી. ને મોનીટરીંગ ની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર અને મોરબી બી.આર.સી.કો-ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ હળવદ તાલુકાની શિવપુર પ્રા. શાળાની મુલાકાત લઈ ઉપચારાત્મક વર્ગનું મોનીટરીંગ કરી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું.

- text