વાંકાનેરના મેસરિયા નજીક કાર – મોટર સાયકલ વચ્ચે અકસ્માત : એકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા – વડથારા રોડ પર આઈ ટવેન્ટી કારના ચાલકે મોટર સાયકલ હડફેટ લેતા મોટર સાયકલ ચાલકનું મોત નિપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના મેસરિયા નજીક આઈ ટવેન્ટી કાર નંબર જી.જે.૩- જે.આર.૩૩૩૭ ના ચાલક લવજી દેવસી મેરે મોટર સાયકલ લઈને જઇ રહેલા રાવતભાઈ દેવશીભાઈ ડાભીને હડફેટ લેતા તેઓને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું અને સાથે રહેલ નિરુબેન નામના મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

આ અકસ્માત અંગે મૃતક રાવતભાઈના મોટાભાઈ રસીકભાઇ દેવશીભાઇ ડાભી કોળી ઉવ ૨૬ રહે. નાળીયેરી તા. ચોટીલા વાળાની ફરિયાદના આધારે પોલીસે આઇ.૨૦ કાર નં જી.જે. ૦૩ જે.આર. ૩૩૩૭ ના ચાલક
લવજીભાઇ દેવશીભાઇ મેર કોળી રહે. નાળીયેરી તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text