વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરાય

- text


વાંકાનેર : વાંકાનેરમાં આજે સીટી પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવેલ જેમાં વાંકાનેર શહેર પી.આઇ. બી.ટી. વાઢીયા, તાલુકા પી. એસ. આઈ. જી.આર.ગઢવી, મુમતાઝબેન સેરસિયા, ઉર્મિલાબેન આશર, હર્ષાબેન મહેતા, સંગીતાબેન વોરા, મહિલા મોરચાના સભ્યો, સંઘવીસ્કૂલ ની બાળાઓ અને પોલીસ સ્ટાફની મહિલાઓએ હાજરી આપેલ. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ સંઘવીસ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થનાગીતથી શરૂઆત કરવામાં આવેલ અને ભક્તિ ગીત રજુ કરેલ.

મહિલા સશક્તિકરણ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ હેતલબેન દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવેલ કે મહિલાઓને પુરુષ સમોવડી બનવાની જરૂર નથી એક સ્ત્રી જ છે કે જે એક જીવને જન્મ આપી શકે છે માટે તમારી શક્તિને ઓળખો. એક સ્ત્રી વગરના ઘરની કલ્પના કરી જુઓ એ ઘર નહીં લાગે.

આ પ્રસંગે ડોક્ટર મુમતાઝબેન દ્વારા જણાવેલ કે પહેલા મહિલાઓમાં પોલીસનો મોટો ભય હતો પરંતુ આવા કાર્યક્રમો બાદ પોલીસનો ભય દૂર થાય છે અને પોલીસ સાથે સંકલનથી કાર્ય સરળ થાય છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે માટે આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ.

- text

આ તકે ઉર્મિલાબેન આસર દ્વારા જણાવેલ કે જે ઘરમાં સુશિક્ષિત સ્ત્રી હોઇ એ ઘર આગળ વધે છે. એક સારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે તેમને મહિલાઓને સંદેશો આપ્યો છે કે બાળકોને ઘરનું સ્વાદિષ્ટ ભોજન આપો પ્લાસ્ટિકના પડીકાઓ ના આપો. આપણી થોડી આળસથી બાળકો રોગનો શિકાર બની રહ્યાં છે. મહિલા એ સમાજનો આધાર છે. ચારિત્રવાન બનો તો સમાજ આપોઆપ ચારિત્રવાન બની જશે.

વાંકાનેર શહેર પીઆઈ બી.ટી.વાઢીયા દ્વારા જણાવેલ કે સ્ત્રીઓમાં સહનશક્તિનો ભંડાર ભરેલ છે. તેઓ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તે દરમિયાન 4200 થી વધુ મહિલાઓની ફરિયાદ અનુસંધાને સમાધાન કરાવેલ છે જેમાં મહિલાઓનો ખૂબ સહયોગ મળેલ છે. તેઓએ જણાવેલ કે મહિલાઓમાં ક્રોધ વધુ પ્રમાણમાં હોય જો કોઈ ઘરમાં બનાવ બને તો મહિલાઓ દ્વારા થોડું મૌન રાખવામાં આવે તો ઘણા પ્રશ્નો ઉકેલાઈ જાય છે.

 

- text