મોરબી : ધક્કાવાળી મેલડી માં મંદિર ટ્રસ્ટ દ્વારા વીસી હાઈસ્કૂલમાં સ્કૂલ ડ્રેસનું વિતરણ

- text


મોરબી : મોરબીની વીસી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૩૫ વિદ્યાર્થીનીઓને ધક્કાવાળી મેલડી માં મંદિર ટ્રસ્ટ તરફથી સ્કૂલડ્રેસ આપવામાં આવ્યો હતો.મોરબી જિલ્લાની સૌથી મોટી સરકારી શાળા વીસી ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ધક્કાવાળી મેલડી માં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ શેખ સાહેબના હસ્તે ૧૩૫ વિદ્યાર્થીનીઓને સ્કૂલ ડ્રેસ આપવામાં આવ્યો હતો.

- text

આ તકે ટ્રસ્ટના સભ્યો શૈલેષભાઇ જાની, ભાવેશભાઈ મહેતા, નિરંજનભાઈ, રઘુવીરસિંહ ઝાલા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય બી.એન. વિડજાએ આ સેવાકાર્ય બદલ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.

- text