મોરબીના નારણકા ગામે યુનિફોર્મ વિતરણ કરનાર દાતાઓનું સન્માન કરાયું

- text


નારણકા ના રહીશ રાજેન્દ્રભાઇએ ગામના વિદ્યાર્થીઓને તથા આંગણવાડીમાં યુનિફોર્મ વિતરણ કરી બાળકો ને ઉત્સાહીત કર્યા

મોરબી : મોરબીના નારણકા ગામની પ્રાથમિક શાળાના બાળકો ને તેમજ આંગણવાડીના બાળકોને ગામના જ સદગૃહસ્થ દ્વારા યુનિફોર્મ વિતરણ કરવામાં આવતા આ કાર્યક્રમ સમયે જ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના નારણકા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાથી અને આંગણવાડીના બાળકો ને નારણકા
ના રહીશ રાજેન્દ્રભાઇ વશરામભાઇ મોરડીયા (હકાભાઇ) દ્વારા યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ તેમજ આ તકે મુખ્ય દાતાઓનું સન્માન સમારોહ સાથે વાલી મિટિગનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત ગામ લોકો નો શબ્દો થી આવકાર સ્વાગત કાર્યક્રમ બાદ દાતાઓ નું સન્માન અને પ્રવચન બાદ પ્રાથમિક શાળા ના વિદ્યાથી ને રાજેન્દ્ર ભાઈ વશરામભાઈ મોરડીયાએ યુનિફોર્મ વિતરણ કરી બાળકોને ઉત્સાહીત કર્યા હતા.

- text

આ તકે ગામના સંરપંચ રમેશભાઇ જેઠાભાઇ મેરજા તથા નારણકા ગામના લોકો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને આ અવસરે
સી.આઈ.સી કોડીનેટર કાલરિયા રમેશભાઇ, શિક્ષક પૈજા પ્રાણજીવનભાઇ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અંતમાં નુતનબેન સેરશિયા એ આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ને સંપન્ન કર્યો હતો.

 

- text