મોરબી : એસપીનો સપાટો, ૩ જ કલાકમાં ૩૨૫ વાહનચાલકોને રૂ. ૬૪ હજારનો દંડ

- text


નવા એસપી ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી જિલ્લાભરમાં યોજાઈ સઘન વાહન ચેકીંગ ડ્રાઇવ

મોરબી : મોરબીના નવા એસપી ડો. કરનરાજ વાઘેલાએ ચાર્જ સંભળતાની સાથે જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાહન ચેકીંગ દરમિયાન માત્ર ૩ કલાકમાં જ કુલ ૩૨૫ વાહનચાલકો પાસેથી રૂ. ૬૪,૩૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં નવા એસપી ડો.કરનરાજ વાઘેલાએ ચાર્જ સંભાળ્યો છે. તેઓએ ટ્રાફિક નિયમન પર વધુ ભાર આપવાની તૈયારી દર્શાવી છે. ત્યારે ગઈકાલે એસપી ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લાભરના પોલીસ સ્ટેશનનોને કડક વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવાનો આદેશ આપ્યો હતો.

- text

જેના પગલે ગઈકાલે સાંજે ૫ થી ૮ દરમિયાન માત્ર ૩ કલાકમાં જ ૫૭૪ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અડચણરૂપ ૧૪, દસ્તાવેજ સાથે ન હોય તેવા ૭૭ મળી કુલ ૩૨૫ વાહનચાલકોને સ્થળ પર જ રૂ. ૬૪,૩૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

- text