મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો ૪ ઓગષ્ટે ઉદ્દઘાટન સમારોહ

- text


 

તા.૪એ નૃત્યવિભાગ, તા. ૫એ વાદન વિભાગ અને તા. ૬એ ગાયન અને અભિનય વિભાગની સ્પર્ધાઓ યોજાશે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભનો આગામી તા. ૪ ઓગસ્ટના જિલ્લા કલેક્ટર મકડીયાના અધ્યક્ષ સ્થાને ઉદ્દઘાટન સમારોહ યોજાશે. જેમાં તા.૪એ નૃત્યવિભાગ, તા. ૫એ વાદન વિભાગ અને તા. ૬એ ગાયન અને અભિનય વિભાગની સ્પર્ધાઓ યોજાશે.

મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આગામી તા. ૪ ઓગસ્ટને શનિવારે બપોરે ૧૨ કલાકે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા તેમજ પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા ઉપસ્થિત રહેશે.

- text

તા. ૪એ નૃત્ય વિભાગમાં લોકનૃત્ય-સમુહનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, ઓડ્ડીસી, કૂંચીપુડી, મણીપુરી તા. ૫ના રોજ વાદન વિભાગમાં તબલા, પખવાજ, મુદનગમ, હાર્મોનિયમ, ઓર્ગન, વાંસળી, સિતાર, ગિટાર, વાયોલિન, સરોદ, સારંગી, સ્કૂલ બેન્ડ તેમજ તા. ૬ના રોજ ગાયન વિભાગમાં ગીત, સમૂહ ગીત, સમૂહ લગ્નગીત-ફટાણા, સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠય સંગીત અને અભિનય વિભાગમાં એકપાત્રિય અભિનય સ્પર્ધા યોજાશે.

- text