ટંકારામાં વિજતંત્રને વાહન પુરા પાડતા કોન્ટ્રાકટની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન

- text


વિજતંત્રએ પ્રમાણપત્ર એનાયત કરી સેવાભાવી કોન્ટ્રાકટરનું બહુમાન કર્યું
ટંકારા : વિજતંત્રની કચેરીમા ભાડા કરારથી ખાનગી કોન્ટ્રાકટ દ્વારા વાહનો પુરા પાડતા મેઘપર ગામના ક્ષત્રિય સમાજના અગ્રણીની માનવતાવાદી પ્રવૃતિથી પ્રભાવિત થઈ વિજતંત્રએ પ્રમાણપત્ર ઍનાયત કરી સન્માનિત કયાઁ હતા.

- text

ટંકારા વિજતંત્રની કચેરીમા ભાડા કરારથી વાહન ચલાવતા ખાનગી કોન્ટ્રાક્ટર મેઘપર ઝાલા ગામના વિજયસિંહ ઝાલા પોતાની ફરજ ઉપરાંત જીવદયા,ગૌસેવાનો ધમઁ તો બજાવે છે.પરંતુ સાથોસાથ જેના થકી પોતાની ઉજવળ કારકિઁદી છે.તેની દરકાર કરી વિજતંત્રની કચેરીમા દરેક કામમા ૨૪ કલાક ૧૦૮ની જેમ તૈનાત રહી વધારાની માનદ સેવા કરવાનુ ચુકતા નથી.કચેરીના દરેક કામમા માનવધમઁ સમજી કમઁચારી મિત્રો,અશિક્ષિત અરજદારોને મદદરૂપ થઈને પોતાની સેવાની મહેક પ્રસરાવતા વિજતંત્ર દ્વારા તેઑની સેવાની કદર રૂપે તેઑને ઉમદાસેવક ખિતાબનુ પરમાણપત્ર આપી વિશેષ નવાજીસ કરવામા આવી હતી.

- text