મોરબીની જીજે શેઠ કોમર્સ કોલેજના છાત્રોએ વૃક્ષરોપણ કરી વૃક્ષોને દત્તક લીધા

વૃક્ષોની ઉપયોગીતા અંગેની શિબિરમાં વિદ્યાર્થીઓએ મેળવ્યું પર્યાવરણ જતનનું માર્ગદર્શન
મોરબી : મોરબીની જીજે શેઠ કોમર્સ કોલેજના છાત્રો માટે વૃક્ષોની ઉપયોગીતા અંગેની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાદમાં વિધાર્થીઓએ વૃક્ષોને દત્તક લઈને તેની જાળવણીની જવાબદારી લીધી હતી.

મોરબીની જીજે શેઠ કોમર્સ કોલેજમાં બી.કોમ સેમ-૧ના છાત્રો માટે પર્યાવરણનું રક્ષણ અને વૃક્ષોની ઉપયોગીતા વિશે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં અવાયું હતું. બાદમાં વૃક્ષારોપણ અને વૃક્ષોની સફાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ જે.એલ ગરમોરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમની ખાસ વાત એ હતી કે વૃક્ષારોપણ બાદ ૬ વિદ્યાર્થીઓની ટીમે એક વૃક્ષને દત્તક લીધું હતું. અને દત્તક લીધેલા આ વૃક્ષની જળવણીની સંપૂર્ણ જવાબદારી આ વિધાર્થીઓએ લીધી હતી.