લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખની શપથ વિધી સંપન્ન

- text


લાયન્સ કલબના ગવર્નરે શપથ ગ્રહણ કરાવ્યા : નવનિયુક્ત પ્રમુખે વર્ષ દરમિયાન કરવાની સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો

મોરબી : મોરબી શહેરના સોની સમાજમાંથી આવતા પ્રતિષ્ઠત વેપારી રજનીકાંતભાઇ પાટડિયાના સુપુત્ર વિરેન્દ્ર પાટડિયાની લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખપદ માટે વર્ષ ૨૦૧૮/૧૯ માં બીનહરીફ વરણી થતા તેમની તથા તેમની ટીમની શપથ વીધીનો સમારંભ દશાશ્રીવાડીમાં યોજાયો હતો.

શપથ આપનાર પદાધીકારી તરીકે લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ગવર્નર ચંદ્રકાંત દફતરીએ કહ્યુ કે, ૧૦૦ વર્ષની સેવા કરતી આ સંસ્થામાં હવે આગામી ૧૦૦ વર્ષ સમાજને ક્યા પ્રકારની સેવાની જરીર છે તે અંગે ચર્ચા-વિચારણા થવી જરીરી છે. આ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક પ્રકારના સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. એમા મોરબી શહેર પણ આગળ પડતો ભાગ લઇ રહ્યુ છે તે બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.

- text

ત્રંબકભાઇ પંડ્યા દ્વારા ચંદ્રકાંત દફતરીનું સન્માન કરવામાં આવેલ તેમજ હિમંતભાઇ પંડિત દ્વારા હિતેષભાઇ ગણાત્રાનું અને ભાણજીભાઇ આદ્રોજા દ્વારા દિવ્યેશભાઇ સાકરિયાનું સન્માન કરવામાં આવેલ. પ્રમુખ તરીકે વિરેન્દ્ર પાટડિયાએ શપથ લીધાબાદ જાહેર કરેલ કે, દર મહિને ૨૫૦ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવશે. અને ડીસલેક્સિયા અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે મોટી કામગીરી કરવામાં આવશે. કીડની ડાયલીસસના દર્દીઓને રાહતભાવના કુપનો આપવામાં આવશે. ૫૦૦૦ બાળકોની આંખની તપાસ કરવામાં આવશે. ગ્રામ્યવિસ્તારમાં ડાયાબીટીસ ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે. વર્ષ દરમિયાન, બ્લ્ડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ડાન્સ કોમ્પીટીશન, યુવાનો માટે ચિત્ર હરીફાઇ વગેરે અનેક સેવાકીય કાર્યો ચાલુ વર્ષમાં હાથ ધરવામાં આવશે.

તુષારભાઇ દફતરી તથા ભાવેશભાઇ મણીયાર દ્વારા કીડની ડાયાલીસીસ મશીનનું દાન મળેલ તેથી તેમનું સન્માન ચંદ્રકાંત દફતરી દ્વારા કરવામાં આવેલ. તુષારભાઇ દફતરીએ ગત વર્ષમાં જે લોકોએ સમાજને ઉપયોગી કાર્ય કરેલ છે તેમને એવોર્ડ આપી અને સન્માનિત કરેલ હતા. આ પ્રસંગમાં થાનથી નીતીનભાઇ શાહ, સુરેન્દ્રનગરથી શંકરભાઇ બાવળિયા, જામનગરથી દીલીપભાઇ સાવલા, ખાસ ઉપસ્થિત રહેલ.

મોરબી શહેરમાં લીયો કલબનું ઉદઘાટન ગવર્નર ચંદ્રકાંત દફતરી દ્વારા કરવામાં આવેલ લિયો કલબના પ્રમુખ તરીકે ફળદુ તીર્થ ની વરણી કરવામાં આવેલ છે. કાર્યક્રમની આભારવીધી સંદીપભાઇ દફતરીએ કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન ડો. જયેશ પટેલ અને ડો. પ્રેયસ પંડ્યાએ કરેલ હતું.

- text