ટંકારાના હડમતિયા ગામના ખેડુતપુત્ર પીઅેસઆઈ બનતા હરખની હેલી

- text


સપના અે નથી જે તમે ઊંઘમા જુઅો છો, સપના અે છે જે તમને ઊંઘવા દેતા નથી – આવા સ્વામી વિવેકાનંદના વિચારોને વળગી રહી હડમતિયાનો રાજપુત યુવાન બન્યો પીઅેસઆઈ

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર દિલિપસિંહ માનસિંહ ડોડીયા અને ટંકારા તાલુકા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ જીવણસિંહ માનસિંહ ડોડીયાના ભત્રીજા વનરાજસિંહ ડોડીયાઅે ગ્રેજ્યુઅેશન ૨૦૧૪ માં પુર્ણ કરી ૨૦૧૫ મા પીઅેસઆઈની ડાયરેક્ટ પરીક્ષા આપી હતી પણ તે પરીક્ષામા પીઅેસઆઈ બનવા માટે મેરીટમાં ફક્ત ૪ ગુણ માટે અટકતા અેઅેસઆઈના મેરીટમા પાસ થતા તેમણે ૧૪ મહિનાની ટ્રેનિંગ પુરી કરી ૧ માસ નોકરી કરી હતી પણ તેમનું સ્વપ્ન તો પીઅેસઆઈ બનવાનું જ હતું. તેમણે સ્વામી વિવેકાનંદના ઉચ્ચ વિચારોને વળગી રહી લક્ષ્ય પ્રાપ્ત કરવા રાત દિવસ હિંમત હાર્યા વિના સખત મહેનત કરીને ૨૦૧૬ માં ફરીથી પરીક્ષા આપતા પીઅેસઆઈમા પાસ થયા હતા. ત્યારબાદ કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ હાલ અમદાવાદ પીઅેસઆઈનું પોષ્ટીંગ મેળવીને જ રહ્યા. આમ આપણી ગુજરાતી કહેવત અનુસાર ” મન હોય તો માળવે જવાય” કહેવતને પણ સાર્થક કરતા સમસ્ત કારડીયા રાજપુત સમાજ અને ડોડીયા પરિવારમા હરખની હેલી જોવા મળી હતી. આમ ટંકારા તાલુકા અને હડમતિયા ગામનું ગૌરવ પણ વધારેલ. પોતે અત્યંત વિકટ પરિસ્થિનો સામનો કરીને સ્વામી વિવેકાનંદજીના વિચારોને સાર્થક કરતા તેમના સગા સ્નેહીજનો, મિત્ર સર્કલ તેમજ હડમતિયા ગ્રામજનોઅે પીઅેસઆઈ વનરાજસિંહ ડોડીયાને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા અને આપ ઉતરોતર ઉંચાઈના શિખરો સર કરતા રહો તેવી શુભેચ્છાઅોની વર્ષા તેમના મોબાઈલ નં. ૯૦૯૯૪ ૧૯૫૩૦ પર થઈ રહી છે.

- text

- text