મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

- text


મોરબી : દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ મોરબી ખાતે પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડેના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાંડે સરે વિવિધ વાર્તાઓ તથા ભારતીય સંસ્કૃતિના ગુરુ શિષ્ય પરંપરાઓ ઉપર ભાર આપી વિદ્યાર્થીઓને આપણા જીવનમાં ગુરુનું શુ મહત્વ છે એ સમજાવ્યું હતું.

આ ઉપરાંત શાળાના શિક્ષકો રિતેશ ઉપાધ્યાય, મેહુલ ચૌહાણ, નેન્સી મેહરા, દિવ્યા પાનીકરે વિદ્યાર્થીઓને ગુરુ મંત્ર આપી ગુરુપૂર્ણિમાના દિવસનું મહત્વ સમજાવ્યું હતું.

- text

 

- text