માળીયાના વર્ષામેડીમાં પવનચક્કીના કોપર વાયર ચોરનાર ઝડપાયો

- text


માળીયા પોલીસે રાજકોટથી તસ્કરને ઝડપી લીધો

માળીયા : પાંચેક દિવસ પૂર્વે માળીયા તાલુકાના વર્ષામેડી ગામેથી પવનચક્કીનો કોપર વાયર ચોરી થવા મામલે માળીયા પોલીસે ત્વરિત કામગીરી કરી કોપર વાયર ચોરનાર તસ્કરને રાજકોટથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના વર્ષામેડી ગામે પવનચક્કીમાંથી કોપરના વાયરનું કટિંગ કરી તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે બાતમીદારોને કામે લગાડતા આ ચોરી મામલે નક્કર હકીકત મળી હતી.

- text

જેને પગલે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા અને તેમની ટીમે બાતમીને આધારે રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી આ ચોરીને અંજામ આપનાર અજિતભાઈ યુનુસભાઈ માજોઠી ઉ.૨૮ નામના તસ્કરને ઝડપી લીધો હતો.

પોલીસની આ સફળ કામગીરી ભરતભાઇ જિલરીયા, શક્તિસિંહ જાડેજા, ખાલીદખાન રસિદખાન, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, મહિપતસિંહ હરિસિંહ, તથા જયરાજસિંહ વનરાજસિંહે કરી હતી.

 

- text