વાંકાનેર બાઉન્ડરી પાસેથી પીકઅપ વાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થા ઝડપાયો : એકની ધરપકડ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ અધિકારી જી.આર. ગઢવીની સૂચનાથી રાત્રિના વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલ ટોલનાકા પાસે ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા વગેરે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ટાટા પીકઅપ ગાડી GJ 06 Y 5880 ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઇંગ્લિશ દારૂ વેચાણ કરવાના ઇરાદા સાથે નીકળતા જેની તપાસ કરતા ગાડી ના પાછળના ભાગે પ્લાસ્ટિકના બાચકા માં અંગ્રેજી દારૂની બોટલ અને નાના ચપલા કુલ 990 બોટલ મળી આવેલ હતી સદર ગાડીના ડ્રાઈવર હરિસિંહ વિક્રમસિંહ ખેર ઉંમર વર્ષ ૩૫ રહે. જરાદ તાલુકો વાઘોડિયા વાળાને અટક કરી ધોરણ સર ની કાર્યવાહી કરેલ છે.

- text

આ કામગીરીમાં અંગ્રેજી દારૂ બોટલ નંગ 40 કિંમત રૂપિયા 300 ટોટલ રૂપિયા 12, 000 તેમજ દારૂના ચપલા નંગ 950 કિંમત રૂ 95000 તેમજ ટાટા ગાડી કિંમત 100000 આમ કુલ મુદામાલ રૂપિયા 207000 નો ઝડપી પાડેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને આ કામના આરોપી પર પ્રોહીબીશન કલમ 65ઈ, 81, 98 (2) મુજબ ગુનો નોંધી આ માલ ક્યાંથી લાવેલ છે કોને આપવાનો હતો તે બાબતની વધુ તપાસ બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

- text