મોરબી સીરામીક એસો.ના હોદ્દેદાઓ ના.મુખ્યમંત્રીની મુલાકાતે

- text


સીરામીક ઉદ્યોગને લગતા પ્રશ્નોની વિગતવાર રજુઆત કરાઈ

મોરબી : મોરબી સીરામિક એસોસિએશનના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રીની મુલાકાત લઈને સીરામીક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી.
ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલ સાથે સિરામિક એસોસિએશનના હોદેદારો મુકેશ કુંડારીયા, હરેશ બોપાલિયા, નરેન્દ્રભાઈ પટેલ સહિતનાની નિર્ણાયક મિટીંગ થઇ હતી. જેમાં ઇન્ડીયન એક્પ્રેસ મેગેજિન લોન્ચીગ તથા સિરામિકના પડતર પ્રશ્ન જેવા કે રોડ રસ્તા , વેટ નુ ઝડપી એસેસમેન્ટ, ગેસ એગ્રીમેન્ટ , ગેસિફાયર , તથા નવા યુનિટને બેન્ક માં પડતી મુશ્કેલી બાબતની વિગતવાર રજુવાત કરવામાં આવી હતી.

- text