મોરબીની ન્યુ એરા સ્કૂલમાં મોટિવેશન સેમિનાર યોજાયો

- text


વિદ્યાર્થીઓના માનસિક વિકાસ અને ભવિષ્યમાં એજ્યુકેશનનો રોલ કેવો હશે તે અંગે સમજ અપાઈ

મોરબી : મોરબીની ન્યુ એરા સ્કૂલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ત્રણ દિવસીય મોટિવેશન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં બાળકોના માનસિક વિકાસ અને નબળા વિદ્યાર્થીઓને કેમ પ્રોત્સાહિત કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ન્યુ એરા પબ્લીક સ્કૂલ તથા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ મોરબીમાં ટ્રેનિંગ તથા સ્ટુડન્ટ મોટીવેશન માટે ૩ દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં એમ.આર.પાઈ ફાઉન્ડેશન મુંબઈના વિવેક પટકી તથા રાજીવ લવ નામના બે પ્રખ્યાત સ્પીકર પધારેલ અને બને સ્પીકરોએ શિક્ષકોને બાળકોના માનસિક વિકાસ અંગે, સ્ટુડન્ટ સાથે સહાનુભૂતિ તથા નબળા સ્ટુડન્ટને વધુમાં વધુ પ્રોત્સાહિત કેવી રીતે કરી શકાય તે અંગે પોતાના આગવા વક્તવ્યથી સરસ સમજણ આપેલ.

- text

વિદ્યાર્થીઓના સેમિનારમાં બંને વક્તાઓએ લીડરશીપના ગુણ કેવી રીતે કેળવી શકાય, ટાઈમ મેનેજમેન્ટ દ્વારા અભ્યાસક્રમમાં જવલંત સફળતા મેળવવા અંગે તથા ભવિષ્યમાં આવનાર પડકારોનો કેવી રીતે સામનો કરીને પોતાના હિતમાં આવેલ તક ઝડપી શકાય તે અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપેલ. સેમિનારના અંતે ફાઉન્ડેશનના હેડ અને કોર્પોરેટ જગતના માંધાતા એવા ગીતા પાઈયે હાજરી આપી તથા શિક્ષકો અને વિધાર્થીઓને સંબોધિત કરતા જીંદગી સંઘર્ષ કરીને પણ સારા વ્યકિત કેવી રીતે બની શકાય તે અંગે માર્ગદર્શન આપેલ.

ત્રણ દિવસના સેમિનારમાં શાળાના હાર્દિકભાઈ પાડલીયા અને પૂજા પાડલીયા બંને સ્કૂલના પ્રિન્સિપાલ તપા સમગ્ર સ્ટાફે હાજર રહી આ સેમિનાર મારફત આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાગી વિકાસ અંગે તલસ્પર્શી માર્ગદર્શન મેળવી ભારતના ભાવિ વિકાસમાં એજ્યુકેશન રોલ કેવો હશે તે અંગે ગહન ચર્યા કરવામાં આવી હતી.

- text